નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા

લગ્નના બીજા દિવસે પત્ની અને વચેટિયો ગુમ

નરોડામાં રહેતા 41 વર્ષીય યુવકના મામાની દુકાને આવતા ભરતભાઈ છગનભાઈ વસોયાએ લગ્ન માટે સ્વાતી નામની યુવતી બતાવી હતી. જે યુવકને પસંદ પડતા તેની સાથે લગ્ન કરવાનુ નકકી કર્યુ હતુ. જો કે ભરતભાઈએ યુવતી ગરીબ ઘરની હોઈ તેના પરિવારને રૂ.1.60 લાખ આપવાનુ કહેતા વાત નકકી થઈ હતી.

લગ્નની ખરીદી કરવાના નામે શરૂઆતમાં રૂ. 50 હજાર લીધા હતા. પછી લગ્નની તારીખ નકકી થતા ભરતભાઈએ ખર્ચો માંગતા તેમને કુલ રૂ. 24 હજાર આપ્યા હતા. દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં યુવકના લગ્ન સ્વાતી સાથે થયા હતા.જેમાં સ્વાતીને દાગીના અને કપડા વગેરે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂપિયાની માંગણી કરતા એક લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નની નોંધણી પણ કરાવી હતી. લગ્નના બે દિવસે સ્વાતીના સગાસબંધીઓને જમણવાર કરાવવા માટે ભરતભાઈએ બીજા રૂ. 50 હજાર માંગ્યા હતા. જે માટે યુવકને અમરાઈવાડી બોલાવ્યો હતો. જયાં ભરતભાઈ નાણાં આગંડીયામાં આપીને આવુ છુ કહીને ગયા હતા. જયારે સ્વાતી મને ચકકર આવે છે તેમ કહેતા યુવકને પાણીની બોટલ લેવા માટે મોકલીને ગુમ થઈ ગઈ હતી. યુવકે આ મામલે નરોડા પોલીસમાં બન્ને સામે રૂ.૩ લાખની ઠગાઈની ફરિયાદ કરી

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં