રખિયાલમાં એસએમસી ટીમની કાર્યવાહી
રખિયાલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1292 બોટલ ભરેલી ફોર્ચુનર ગાડી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. કારમાંથી 2 માણસો ભાગી ગયા હતા.વહેલી સવારે 4 વાગ્યે રખિયાલ મોરારજી ચોક ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થઈ રહેલી ફોર્ચુનર કારને રોકવા પોલીસે ઈશારો કર્યો પરંતુ કારચાલકે કાર ભગાવી હતી. જો કે વળાંકમાં જ ટુ-વ્હીલર આવી જતાં કાર રોકી હતી આ સમયે કારમાંથી બે માણસો ભાગી ગયા હતા. જ્યારે પોલીસે કારના ડ્રાઈવર પ્રવીણસિંહ નાગસિંહ સોલંકી (રાજસ્થાન, સાંચોર)ને ઝડપી લીધો હતો.
પોલીસે કારમાં તપાસ કરતા દારૂની 1292 બોટલ(કિંમત રૂ.1.61 લાખ) મળી આવી હતી. દારૂ સહિત કુલ રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રવીણસિંહે ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. આ દારૂનો જથ્થો રખિયાલના બુટલેગર મુન્તજીર ઉર્ફે પપ્પી નજીર હુસેન શેખ અને વટવાના બુટલેગર આદીલ ઉર્ફે ઔઆ બરકતઅલી શેખે રાજસ્થાનથી મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.