નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

મહિલાઓના ટોળાં મ્યુનિ કચેરીમાં દરરોજ રજૂઆતો કરે તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી

શહેરના લાંભા વિસ્તારમાં મ્યુનિ. ના નવાણા પંપિંગ સ્ટેશનમાં નિયત પંપોમાંથી ઘણાં પંપો ચાલુ કરાતા જ નથી. જેના લીધે લાંભા અને વટવા વોર્ડમાં વરસાદી પાણી ઓસરતા ન હોવાની અને ગટરો બેક મારતી હોવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. આશરે બંને વોર્ડના મળીને 7 હજાર જેટલા મકાનમાં ગટરો બેક મારતી હોવાથી રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. જેના લીધે મહિલાઓના ટોળેટોળા દરરરોજ મ્યુનિ. કચેરીના ધક્કા ખાય છે. પરંતુ કોઈ જવાબ ન મળતા નિરાશ થઈને પરત જાય છે. એટલે સમસ્યાનો ઉકેલ આવતો ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

મ્યુનિ. દ્વારા પંપિંગ સ્ટેશનની સમસ્યાનો ઉકેલ ન લાવતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, લાંભા વોર્ડમાં કેનાલ પાસે આવેલા નવાણા પંપિંગ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી પંપો યોગ્ય રીતે ચલાવાતા ન હોવાનો આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકો કરી રહ્યા છે.

પંપો ચાલુ કરાતા ન હોવાના લીધે વટવામાં કેનાલ પાસેના વિસ્તારમાં અલીફ નગર આશિયાના પાર્ક, હિના પાર્ક, વટવા સૈયદવાડી વિસ્તાર, બીબી તળાવ આસપાસનો વિસ્તાર, રોહિતવાસ, ગણેશ મંદિર સહિતના વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. જ્યારે લાંભા વોર્ડમાં નારોલ ગામથી ભમ્મરિયા કુવાસુધીનો વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં ગટરો બેક મારી રહી છે. એટલે વટવા અને લાંભા વોર્ડના આશરે 7 હજાર જેટલા મકાનોમાં ગટરો બેક મારતી હોવાની અને ગંદા પાણી ઘરોમાં ભરાતા હોવાની સમસ્યા સર્જાય છે.

અધિકારીઓ હદનો મામલો ધરી ખો આપે છેઃ કોર્પોરેટર

સ્થાનિક કોર્પોરેટર કાળુ ભરવાડે જણાવ્યું હતું કે, નવાણા પંપિંગ સ્ટેશનના પંપો ચાલુ કરતા ન હોવાથી વટવા અને લાંભા વોર્ડના 7 હજાર મકાનમાં ગટરો બેક મારે છે. ઉપરાંત વરસાદી પાણી પણ ઓસરતા નથી. દરરોજ 300 મહિલાઓ મારી પાસે રજૂઆત કરવા આવે તેમને હાથપગ જોડીને સમજાવીને પાછા મોકલુ છું. અધિકારીઓને રજૂઆત કરુ તો વટવા અને લાંભા વોર્ડની હદનો મામલો આગળ ધરીને મને ખો આપે છે. પંરતુ કામગીરી કરતા નથી.

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં