
શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને પાણી પુરુ પાડ્યું હતું. એટલે હેરિટેજ સિટીમાં આજે પણ મ્યુનિ તંત્ર જાણે હેરિટેજ બની ગયું હોય તેમ ટેન્કરથી પાણી પુરા પાડી રહ્યું છે. આ પોળોમાં છેલ્લા ઘણા સમયથી પાણી અપુરતા પ્રેશરથી આવતા હોવાની લોકો ફરિયાદો ઊઠી છે છે. છતાં તેના કાયમી ઉકેલની દિશામાં કોઈ કામગીરી કરાતી નથી. કેટલાક કહેવાતા નેતાઓ પાણી બચાવોની સુફિયાણી વાતો કરે છે પરંતુ લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ હોય ત્યાં તેઓ કેમ કોઈ કામગીરી કરવા આગળ આવતા નથી. તેવો સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.