સિંધુ ભવન રોડ પરના ધ ઓઝોન સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો વેપાર પકડાયો

ડમી ગ્રાહક મોકલીને રેડ પાડી મેનેજરની ધરપકડ કરી, માલિક સામે ગુનો નોધ્યો

સિંધુ ભવન રોડ ઉપર આવેલા ઘ ઓઝોન સ્પાની આડમાં દેહવિક્રયનો વેપાર ચાલતો હતો. એલસીબીએ ડમી ગ્રાહકને સ્પામાં મોકલી દરોડો પાડયો ત્યારે સ્યામાં 3 યુવતી, 4 ગ્રાહક, એક ડમી ગ્રાહક અને મેનેજર મળી આવ્યા હતા. પોલીસે મેનેજરની ધરપકડ કરી માલિકો સામે ગુનો નોંધ્યો હતો.

સિંધુ ભવન રોડ પરના સિલ્વર રેડિયમ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા ધ ઓઝોન સ્યાની આડમાં દેહ વિક્રયનો વેપાર ચાલતો હોવાથી પોલીસે ડમી ગ્રાહક તરીકે યુવકને સ્યામાં મોકલ્યો હતો. યુવકને પાર્ટીશન વાળી કેબિનમાં લઈ ગયા બાદ પોલીસને જાણ કરી દેતા પોલીસે દરોડો પાડયો હતો. આ અંગે પોલીસે સ્યાના મેનેજર કૈલાસ સખારામ ભારતી(32) (નારોલ) તેમજ સ્પાના માલિક અયાન મુબારકભાઈ રંગરેજ અને મોહસીન મુબારકભાઈ રંગરેજ(બંને રહે. દાણીલીમડા) વિરુધ્ધ ગુનો નોંધી કૈલાસ ભારતીની ધરપકડ કરી હતી. જ્યારે અયાન અને મોહસીન મળ્યા નહીં હોવાથી તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.

નાના પાર્ટીશન વાળી અલગ 8 રૂમ બનાવી હતી

સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ચલાવવા માટે અયાન અને મોહસીને નાના પાર્ટીશન વાળી 8 રૂમ બનાવી હતી. જેથી કોઈ પણ ગ્રાહક આવે એટલે કૈલાસ છોકરીઓને રિસેપ્શન કાઉન્ટર પર બોલાવતો હતો. ત્યાંથી ગ્રાહક છોકરી પસંદ કરીને એડવાન્સમાં પૈસા જમા કરાવતા હતા, ત્યારબાદ છોકરીઓ ગ્રાહકને શરીર સુખ માણવા માટે પાર્ટીશન વાળી રૂમમાં લઈ જતી હતી.

3 હજારમાંથી 1500 રૂપિયા સ્પા થેરાપીસ્ટ યુવતીને મળતા હતા

સ્યામાંથી મળી આવેલી ૩ યુવતીઓની પોલીસે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ સ્પા થેરાપિસ્ટ તરીકે નોકરી કરે છે, પરંતુ આ સ્યામાં મસાજ પાર્લરની આડમાં દેવ વિક્રયનો વેપાર ચાલતો હતો. જ્યાં આવતા ગ્રાહક પાસેથી મેનેજર કૈલાસ રૂ.3 હજાર લેતો હતો. જેમાંથી રૂ.1500 છોકરીને મળતા હતા.

  • Related Posts

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો 4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે…

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો

    જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

    નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો