
રશિયા-યુક્રેન યુદ્ધ પણ રોકાવી શક્યા નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ३२ ભારત-પાકના યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે અમેરિકાના દાવાને નકારી કાઢ્યા હતા. સૂત્રો મુજબ, ભારતે કહ્યું, ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સે 9 મેના રોજ પીએમ મોદી સાથે વાત કરી હતી.
અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ 8મે અને 10 મેના રોજ વિદેશમંત્રી ડો. એસ જયશંકર અને 10 મેના રોજ એનએસ અજીત ડોભાલ સાથે પણ વાત કરી હતી. પરંતુ આ વાતચીતમાં વેપારનો કોઈ ઉલ્લેખ કરાયો ન હતો. ટ્રમ્પે કહ્યું હતું કે અમે તમારી સાથે વેપાર કરીશું. પણ તેના માટે લડાઈ બંધ કરવી પડશે.