નશામાં મૃતકે ઝઘડો કરતા તેની હત્યા કરી લાશને રોડ પર ફેંકી
પોલીસે પીએમ કરાવતાં ઈજાના નિશાન જણાતા પર્દાફાશ થયો
નારોલ ગાયત્રીનગર પાસે અકસ્માતના નામે હત્યાનો ખૂની ખેલનો ભેદ ટ્રાફિક પોલીસ તપાસ ઉકેલીને આરોપી રાજુસુમગ અને ઇશ્વરસિંગ સિસોદીયાના ધરપકડ કરી છે. અને સમગ્ર કેસની આગળની તપાસ માટે નારોલ પોલીસને સુપ્રરત કરાઈ છે. આ કેસની આગળની વધુ તપાસ નારોલ પોલીસે હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે નારોલ વિસ્તારના ગાયત્રીનગર રોડ પર 19 માર્ચના રોજ એક યુવકની લાશ પડી હતી. આ અંગે કંન્ટ્રોલ મેસેજ દ્વારા ટ્રાફિક પોલીસને જાણ થઈ હતી. આથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવકનુ અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સમજી અકસ્તામ મોતનો ગુનો નોંધ્યો હતો. ટ્રાફિક પોલીસે મૃતક યુવકની લાશને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
બીજીબાજુ પીએમ રિપોર્ટમાં મૃતક યુવકના શરીર પર ફેકચર અને ઘા ના નિશાન મળી આવ્યા હતાં. આથી ટ્રાફિક પોલીસે બનાવના સ્થળના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતાં. પરંતુ યુવકની લાશ પડી હતી ત્યાંથી કોઈ વાહન પસાર થયુ હોય તેવું જણાઈ આવ્યું નહતું. ટ્રાફિકડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરીને શંકા જતા મૃતકના પરિચિત લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન શંકમદ આરોપી રાજુસિંગ અને ઇશ્વરસિંગ સિસોદીયાએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. મૃતક 40 વર્ષીય પરપ્રાંતીય ભગીરા છે. અને તે વાસણ ધોવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 19 માર્ચે મૃતકે નશો કર્યો હતો. અને આરોપીઓને બિભત્સગાળો બોલી ઝગડો કર્યો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ મૃતકને છરીના ઘા મારી ફેંકી દીધો હતો અને હત્યાને અક્સમાતમા ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો ભાંડો ફુટી ગયો હતો. પોલીસે હત્યા કરનારા બે આરોપીની ધરપકડ કરી હતી.