સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો

એક મહિલા જથ્થો રાખી વેચાણ કરતી હતી

શહેરના સરદારનગરમાંથી ગુના નિવારણ શાખાએ વિદેશી બનાવટના દારૂની અને બિયરની મળી કુલ 1560 બોટલો મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ગુના નિવારણ શાખાને બાતમી મળી હતી કે નરોડા એસ ટી વર્કશોપની બાજુમાં મહાજનીયા વાસમાં શ્યામસુંદર માર્કેટમાં ઘરનંબર 112 તથા દુકાન નંબર 59માં વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસટીમે સ્થળ પર રેડ કરીને અમિત માલાભાઈ ઠાકોરને પકડીને તપાસ કરતા ઘર અને દુકાનમાંથી વિદેશી બનાવટની દારૂ અને બિયરની કુલ 1560 બોટલો કિંમત રૂ..1,85,305 ની મળી આવી હતી. આ અંગે અમિત ઠાકોરની પુછપરછ કરતા આ દારૂ બિયરનો જથ્થો પદમાબેન નિરજભાઈ રાઠોડ( છારા)નો હોવાનુ અને અમિત રોજના 700 રૂપિયા મેળવી વિશ્વાસુ ગ્રાહકોને દારૂ બિયર વેચતો હોવાની કબુલાત કરી હતી. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમિત ઠાકોર અને વોન્ટેડ પદમાબેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Related Posts

    ઈસનપુર-નારોલના બે તળાવમાં 1400થી વધારે દબાણોના લીધે કબ્જો લેવામાં મ્યુનિ.ની પાછીપાની

    કલેકુટર હસ્તકના બંને તળાવ મ્યુનિ.ને સોંપાયાને દોઢ વર્ષ થયુ છતાં તંત્ર કબ્જો લઈ શકતુ નથી તળાવને ફરતે દિવાલ બનાવી ન હોવાનો લાભ લઈને લોકોએ ગેરકાયદે બાંધકામ કરી દીધા અમદાવાદ કલેકટર…

    મણિનગર રેલવે ફાટક પાસે રોડ બિસમાર હતો અને મ્યુનિએ MLAના ઘર પાસેના રોડનું સમારકામ કર્યું

    ખરાબ રોડના લીધે ચાલકોને હાલાકીના અહેવાલ બાદ તંત્રે કામ તો કર્યું પણ જગ્યા ખોટી લીધી ફાટક પાસે રોડનું સમારકામ કરવામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાની ફરિયાદ શહેરના મણિનગર…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ઈસનપુર-નારોલના બે તળાવમાં 1400થી વધારે દબાણોના લીધે કબ્જો લેવામાં મ્યુનિ.ની પાછીપાની

    મણિનગર રેલવે ફાટક પાસે રોડ બિસમાર હતો અને મ્યુનિએ MLAના ઘર પાસેના રોડનું સમારકામ કર્યું

    ઓઢવમાં કેમિકલના ટેન્કરમાંથી ચોરી કરી પાણી ભરી દેવાનું કૌભાંડ પકડાયું

    સ્માર્ટ સિટીના ખાડાનગરી-ગટરોથી ઉભરાયેલા વટવામાં આપનું સ્વાગત છેઃ અનોખો વિરોધ

    સ્માર્ટ સિટીના ખાડાનગરી-ગટરોથી ઉભરાયેલા વટવામાં આપનું સ્વાગત છેઃ અનોખો વિરોધ

    એક્સપ્રેસ હાઈવે પાસેથી રૂ.11.68 લાખના એમડી સાથે યુવક ઝડપાયો

    વટવાના વેપારી પાસેથી માલ લઈને 21.97 લાખની ઠગાઈ, 6 સામે ફરિયાદ