બંને પક્ષની સામસામે આક્ષેપ કરતી ફરિયાદ
દાણીલીમડામાં રૂપિયાની લેતીદેતીમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઈજા કર્યાની ઘટના સર્જાઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામે સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દાણીલીમડામાં રહેતા મોહંમદ નદીમ તુર્કીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે ફુરકાન પાસેથી પેન્ટના કામ માટેના રૂ. 40 હજાર માંગતા હતા. જો કે ફુરકાન ત્રણ મહિનાથી રૂપિયા ચુકવતો નહતો. દરમિયાન ગત મંગળવારે રાતના સમયે ફુરકાન હાઈવ કોર્મશીયલ એસ્ટેટ પાસે ચાની કીટલી પર હાજર હોવાનુ જાણવા મળતા તેઓ ત્યાં ગયા હતા. જયાં ફુરકાનને તેમણે ફોન કેમ નથી ઉઠાવતો કહીને રૂપિયાની માંગણી કરી હતી. જેની સામે ફુરકાને ઝઘડો કર્યો હતો. જે તે સમયે તેમને હાજર લોકોએ છોડાવ્યા હતા.ત્યારબાદ મોહંમદ નદીમ ચિરાગપાર્ક પાસે પહોચતા ફુરકાન અને અજાણ્યા વ્યકિતએ તેમને માથામાં તિક્ષ્ણ હથિયારથી ઈજા કરી બેલ્ટથી માર માર્યો હતો.
બીજીબાજુ ફુરકાને તુર્કીએ ફરિયાદ નોંધાવી છે જેમાં મોહંમદ નદીમએ તેને ગાળો બોલી તુ મેરા ફોન કયુ નહીં ઉઠાતા કહીને છરી કાઢીને મારી દીધો હોવાની ફરિયાદ નોંધાવી છે.