ઘટનાનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર વોન્ટેડ
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીની રાતે તલવારો પાઈપો લઈને સમગ્ર વિસ્તારને બાનમાં લેવાના બનાવમાં પોલીસે સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છ આરોપીઓના મકાન તોડી પાડી તેમને સબક શીખડવાવ્યો હતો.આ મામલે વધુ બે ની ધરપકડ સાથે આંક 16 ઉપર પહોચ્યો છે. જો કે હજુ સુધી આ સમગ્ર ઘટનાની પાછળ જવાબદાર મુખ્ય આરોપી પંકજ ભાવસાર પોલીસની પકડથી દુર છે.
વસ્ત્રાલમાં પકોડીની લારી ઉભી રાખવા માટે પંકજ ભાવસાર અને સંગ્રામસિંગ સિકરવાર વચ્ચે ચાલતી ગેંગવોરમાં હોળીની રાતે વસ્ત્રાલ મહાદેવ ઈમ્પીરીયલ પાસે સંગ્રામસિંગ બેઠો હોવાની બાતમી મળતા પંકજ ભાવસાર અને તેની ગેંગના સભ્યો વાહનો લઈ તલવારો અને પાઈપો લઈને નીકળ્યા હતા. જો કે સંગ્રામસિંગને માહિતી મળી જતા તે ત્યાંથી નાસી છુટયો હતો. આ તરફ સંગ્રામસિંગ નહી મળતા ઉશ્કેરાયેલા ટોળાએ નજીક પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. દરમિયાન સોમવારે પોલીસે આ કેસમાં વધુ બે આરોપીઓ શિવકુમાર ભાવસાર(ઉ.19,રહે.લાંભા) અને રવિ અજયભાઈ તિવારી (ઉ.28,રહે, ખોડીયાર પાર્ક રામોલ) ની ધરપકડ કરી છે.