વટવાના અર્બન સેન્ટરના આંગણે ગંદકીના લીધે દર્દીઓ વધારે બીમાર થવાની આશંકા

દવા લેવા ગંદા પાણીમાં અવર જવાર કરવા દર્દીઓ મજબૂર, પાણીનો નિકાલ ક્યારે થશે?

તંત્રે સેન્ટરને આરોગ્ય મંદિરનું રૂપકડું નામ આપ્યું પણ જાળવણી કરવામાં કોઈ રસ નથી

વટવામાં સદભાવના ચોકી નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અર્બન હેલ્થ સેન્ટરને મ્યુનિ.એ આરોગ્ય મંદિરનું સુંદર નામ તો આપી દીધું છે. પરંતુ મંદિરની જેમ તેની જાળવણી કરવામાં મ્યુનિ.ને કોઈ રસ જ નથી. એટલે આ અર્બન હેલ્થ સેન્ટરના દ્વારે ગંદા પાણી ભરાયેલા છે. એટલે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવના લીધે આરોગ્ય મંદિરના દ્વારે જ ગંદકીના ગંજથી ત્યાં દવા લેવા

આવતા લોકો સાજા થવાના બદલે વધારે બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિક શ્યામભાઈએ જણાવ્યું હતું કે, ચાર માળિયામાં ગટરો ઉભરાતા ગંદકીના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ બિમારીમાં લોકો દવા લેવા માટે અર્બન હેલ્થ સેન્ટરમાં જાય છે. પરંતુ ત્યાં ગેટની પાસે જ ગટરના પાણી ભરાઈ ગયેલા છે. એટલે ત્યાં દવા લેવા આવતા દર્દીઓને હેરાન થવાનો વારો આવે છે.

  • Related Posts

    દાણીલીમડામાં પીણાંની ડીલરશિપ આપવાના નામે 2.50 લાખની ઠગાઈ

    યુવકે ઓનલાઈન સર્ચ કરતા સાઇબર ગઠિયો ભટકાઈ ગયો જીએસટીના રૂપિયા માગતાં છેતરપિંડી થયાની જાણ થઇ દાણીલીમડામાં રહેતા યુવકને ઠંડા પીણાની ડિલરશીપ લેવા માટે ઓનલાઈન સર્ચ કરતા તેને ડીલરશીપ આપવાના બહાને…

    હાંસોલમાં અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગાઈ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

    એરપોર્ટ પોલીસે ગિફટ વાઉચરનો નંબર લઈ રૂપિયા પડાવતા બેની ધરપકડ કરી એરપોર્ટ વિસ્તારમાં હાંસોલખાતે આવેલી રહેણાંક બિલ્ડીંગનામાં કોલ સેન્ટર ચલાવીને ફુગલ વોઈસ સોફટવેરના માધ્યમથી અમેરીકન નાગરીકોને લોન મંજૂર થઈ ગઈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    દાણીલીમડામાં પીણાંની ડીલરશિપ આપવાના નામે 2.50 લાખની ઠગાઈ

    હાંસોલમાં અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગાઈ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

    અમરાઈવાડીમાં સગીરાનું નકલી આઈડી બનાવનાર સામે ફરિયાદ

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ

    નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા

    વટવામાં ધોળેદિવસે યુવકને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ લૂંટી બે ફરાર