વટવામાં રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ તેના લગ્ન ગાંધીનગરમાં રહેતા સરકારી નોકરી કરતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ સાસુ અને નણંદે ત્રાસ આપતા અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી જો કે સમાધાન થઈ જતા ફરી સાસરિયે જતા મહિલાને તેની સાસુ દહેજ મામલે મેણા મારતા હતા. પતિને કહે તો પતિ તેની માતાનુ ઉપરાણુ લઈને માર મારતો હતો. દરમિયાન તેને ઘરમાંથી કાઢી મુકતા મહિલાએ કંટાળીને પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…