જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો
ગિરનાર, બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ, ગંદકી મામલે – થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે જીપીસીબીને રાજ્યભરમાં – શું સ્થિતિ છે? તેનો વિગતવાર – રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. રાજ્યભરમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે કેવી વ્યવસ્થા છે? તેના – નિયમોનું પાલન થાય છે કે નહિ? આ અંગે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો છે. ગિરનાર અને બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના લીધે ગંદકીનું સામ્રાજ્ય હોવાની જાહેરહિતની અરજી એડવોકેટ અમિત પંચાલે હાઈકોર્ટમાં કરી હતી. અરજદાર તરફે કોર્ટનું ધ્યાન દોરતા રજૂઆત કરાઈ હતી કે ભાવનગર અને ગાંધીનગરમાં – પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે -પૂરતી વ્યવસ્થા નથી. આ અંગેની સુનાવણી 31 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.