પતિને સાથ આપતા પાંચ સામે ફરિયાદ
વટવામાં રહેતી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાની જાણ થતા તેના પતિને પકડી પાડતા પતિ અને સાસરીયાએ દહેજની માંગણી કરી ત્રાસ આપીને પરિણીતાને ઘરમાથી કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયા સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વટવામાં રહેતી પરિણીતાના પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતા યુવક સાથે સમાજની રાહે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન મહિલાએ બે બાળકો થયા હતા. ચાર વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ પતિને એક યુવતી સાથે પ્રેમસબંધ હોવાની જાણ થતા પત્નીએ પતિને આ સબંધનો અંત લાવી દેવા સમજાવતા પતિ અવારનવાર દારૂ પીને મારઝૂડ કરવા લાગ્યો હતો. છ મહિના પહેલા પતિને ફરી એક સ્ત્રી સાથે વાત કરતા પકડી પાડી આ પ્રકરણ બંધ કરવાનુ કહેતા પતિએ મારઝૂડ કરીને પત્નીને પિયરમાં મોકલી દીધી હતી. ત્યારબાદ છુટાછેડા લઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનું કહી ત્રાસ આપતા અંતે પરિણિતાએ પતિ અને સાસરીયા મળી પાંચ સામે ફરિયાદ નોંધાવી છે.