મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી કરી
મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની સોલીડ વેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની રાહબરી હેઠળ પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ વેચાણ અને સંગ્રહ તેમજ ઉત્પાદન કરી ગંદકી કરી ન્યુસન્સ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 3.8 કિલો ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ 250 એકમોને નોટીસ આપીને રૂ. 92,900નો દંડ વસુલવામાં આવ્યો હતો.
મ્યુનિના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોર્ડના જાહેર માર્ગો પર ગંદકી ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા ચા ની કીટલી. ઉપર પેપર કપનો ઉપયોગ કરતા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી
વધુમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ વેચાણ સંગ્રહ ઉત્પાદન કરતા ધંધાકીય એકમમાં ડસ્ટબીન નહીં રાખતા જાહેર માર્ગો પર ગંદકી ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો વિરુદ્ધ જીપીએમસી એકટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અનુસાર કુલ 3.8 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યુ હતુ. તેમજ 250 એકમોને નોટીસ આપીને તેમની પાસેથી રૂ. 92,900 નો દંડ વસુલાવામાં આવ્યો હતો.
શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેંડા કરતા તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા સખ્ત પગલાં લેવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતુ. ઉલ્લેખનીય છે કે. કડક કાર્યવાહી છતાં અમુક લોકો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.