માલિક સામે ગુનો નોંધી 3 લાખનો મુદ્દામાલ જપ્ત
વિદેશી યુવતીઓ સામે વિઝા નિયમ ભંગની ફરિયાદ
બોડકદેવના કલગી એપાર્ટમેન્ટ પાસેના મોર્ય અર્ટીયામાં સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડો પાડી સ્યાની આડમાં ચાલતા દેહવ્યાપારને ઝડપી પાડયો હતો. જેમાં 3 થાઈલેન્ડની યુવતી સહિત ચાર યુવતીઓ મળી આવી હતી. જેમાં થાઈલેન્ડની યુવતીને મહિને 50 હજાર જ્યારે સિક્કિમની યુવતીને રૂ.20 હજાર પગાર અપાતો હતો. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે, બોડકદેવના કલગી એપાર્ટમેન્ટ પાસે આવેલા મોર્ય અર્ટીયામાં દુકાન 1-2માં ચાલતા ધ થાઈ સ્યામાં સ્યાના નામે દેહવ્યાપાર ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડયો હતો. જેમાં 3 થાઈલેન્ડની યુવતી અને એક સિક્કિમની યુવતી મળી આવી હતી. જેથી પોલીસે ચારેય યુવતીની પૂછપરછ કરતા સ્યાનો સંચાલક મહાવીર અશોક (રહે. સેટેલાઈટ) હોવાનું તથા સિક્કિમની યુવતીને મહિને રૂ.20 હજાર જ્યારે થાઈલેન્ડની યુવતીને મહિને રૂ.50 હજાર પગાર આપતો હતો.
પોલીસે મહાવીર સામે ગુનો નોંધી રોકડ, કાર, લેપટોપ સહિત રૂ.3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી બાજુ પોલીસે થાઈલેન્ડની યુવતીઓના પાસપોર્ટ સહિતના ડેટા ચેક કરતા તેઓ બિઝનેસ વિઝા પર ભારતમાં આવી હોવાનું સામે આવ્યું હતુ. જેથી બિઝનેસ વિઝાની શરતોનો આ યુવતીઓએ ભંગ કર્યાનું તપાસમાં સામે આવતા આ મામલે ત્રણ યુવતીઓ સામે વિઝા શરતના ભંગનો અલગથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.