દરિયાપુરની મહિલા પાસે પતિ દહેજ માગતો હતો
દરિયાપુરમાં રહેતી ડોકટર મહિલાએ વડોદરામાં રહેતા તેના એન્જીનીયર પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીને ડોકટર તરીકે પ્રેકટીસ છોડાવી દીધી હતી અને પિયરમાંથી રૂ. 12 લાખ લઈ આવવાનુ કહીને રૂમમાં લઈ પતિ અને સાસુસસરાએ માર માર્યો હતો. જેથી કંટાળીને પિયરમાં આવી મહિલાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દરિયાપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન 2022 માં વડોદરામાં રહેતા એન્જીનીયર યુવક સાથે થયા હતા શરૂઆતના ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ યુવતીએ ડોકટર તરીકે પ્રેકટીસ શરૂ કરતા પતિ અને સાસુસસરાએ ઘરનું કામકાજ બરોબર કરતી નથી અમારૂ ધ્યાન આપતી નથી કહીને મેણા મારતા પતિએ તેની માતાનો પક્ષ લઈને પ્રેકટીસ છોડાવી દીધી હતી. ત્યારબાદ પુત્રને જન્મ આપતા પતિ અને સાસરીયાનો દહેજ મામલે ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. પતિએ પિયરમાંથી 16 લાખ લઈ આવવા દબાણ કર્યું હતુ. પત્નીએ તેની બચતના રૂ. દોઢ દોઢ લાખ પતિને આપ્યા હતા પરંતુ પતિનો ત્રાસ ઓછો થયો નહતો. દરમિયાન તાજેતરમાં બીજુ બાળક જોઈતુ નથી કહી પતિએ એબોર્શન કરાવી દીધા બાદ પત્ની આરામ કરતી હતી ત્યારે સાસુએ ઘરનુ કામ કરતી નથી કહીને ઝગડો કર્યા બાદ પતિએ મારઝૂડ કરી હતી