ગોમતીપુરમાં રહેતા રાહુલભાઈ ખુમાણ સેટેલાઈટમાં ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સને લગતુ કામકાજ કરે છે. બન્યુ એવુ કે ગત 22 જુલાઈએ તેમના વોટસઅપ નંબર પર કોઈ અજાણ્યા વ્યકિતએ તેમને વોટસઅપ ગ્રુપ સ્ટોર માર્કેટ પ્રોફાઈલ સ્ટ્રેટેજીસ એ-16માં લીંક મારફતે એડ કરી દીધા હતા. આ ગ્રુપના મેન્ટર તરીકે જ્ઞાન વર્મા હોવાનુ જણાવ્યુ હતુ અને તેઓ શેરબજારની ટ્રેડીંગની માહિતી આપતા હતા.જે ટિપ્સ મુજબ શરૂઆતમાં રાહુલભાઈએ તેમને ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડીંગ કરતા તેમને નફો થયો હતો. આ ગ્રુપ પર વિશ્વાસ બેસતા ગ્રુપની એપ્લીકેશનની લીંકને ફોલો કરતા તેમની તમામ વિગતો માંગતા તેમણે સબમીટ કરી હતી. ત્યારબાદ તેમને મીનીમમ રૂ.50 હજારનુ ટ્રાન્જેકશન કરવાનુ કહેવાતા તેમણે તે મુજબ કર્યું હતુ ત્યારબાદ તેમને એપ્લીકેશનમાં પ્રોફીટ બતાવતા તેમણે અલગ અલગ મળીને કુલ રૂ. 2.75 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. આ રોકાણ સામે તેમનો નફો એપ્લીકેશનમાં રૂ. 6.52 લાખ દેખાતા હતા. જેથી તેમણે આ રૂપિયા ઉપાડવા માટે ગ્રુપમાં રીકવેસ્ટ મોકલતા તેમને 24 કલાકમાં બેંક ખાતામાં રૂપિયા આવી જશે તેમ કહેવાયુ હતુ. જો કે તેમ થયું નહતુ ઉલ્ટાનું તેમને વોટસઅપ ગ્રુપમાથી રીમુવ કરી દેવાયા હતા. તેમણે ગ્રુપ એડમીન અને અન્ય સભ્યોના ફોનનંબર પર ફોન કરતા તમામના ફોન બંધ આવતા હતા. આ મામલે ગોમતીપુર પોલીસે ગ્રુપ એડમીન જ્ઞાન વર્મા સહિત કુલ પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
GST કૌભાંડમાં ભાજપ MLAના પુત્ર, પત્રકાર મહેશ લાંગાની પૂછપરછ
દેશભરમાં 200થી વધુ બોગસ પેઢીઓનું કરોડોનું કૌભાંડ GST-IB, ક્રાઇમ બ્રાન્ચના રાજ્યમાં 14 સ્થળે દરોડા, 33થી વધુની અટક ડાયરેકટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજેન્સ (ડીજીજીઆઈ)એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપેલી…