નારોલ નજીક ચોસર ગામની સીમમાં અધિકારીઓની હાજરીમાં દારૂ પર રોલર ફેરવ્યું
બે વર્ષમાં ઝોન-6 માં રૂપિયા સવા ત્રણ કરોડના વિદેશી દારૂના મુદામાલનો નિકાલ કરાયો
શહેરના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઈડીસી વટવા, કાગડાપીઠ. દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા 15 લાખની કિંમતના વિદેશી દારૂનો નારોલ નજીક ચોસર ગામની સીમમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
જેસીપી જયપાલસિંહ રાઠોડ( સેકટર-2)અને ડીસીપી ઝોન-6 રવિ મોહન સૈનીની સુચનાને પગલે એસીપી પ્રદિપસિંહ જાડેજા અને યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન-6 હેઠળના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી બનાવટના દારૂના જથ્થાનો નિકાલ કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવવામાં આવ્યો હતો.
ત્યારબાદ જે ડીવીઝન અને કે ડીવીઝનના કુલ સાત પોલીસ સ્ટેશનના કુલ 111 ગુનામાં પકડાયેલી વિદેશી દારૂ અને બિયરની કુલ 5,963 બોટલો કિંમત રૂ. 15,36,092 નો નારોલ નજીક ચોસર ગામની સરકારી ખરાબાની જમીનમાં સીટી એસડીએમ વસંતકુંવરબા પરમાર, મામલતદાર રણજીતસિંહ મોરી અને ઈન્ચાર્જ નશાબંધી અધિક્ષક જીગરસિંહ ચાવડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલા ગયા વર્ષે નવેમ્બર માસમાં પણ ઝોન 06 ક વિસ્તારના વિસ્તારના પોલીસ પોલીસર સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે અડધા કરોડ તથાતા. 10.12.2023 ના રોજ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે બે કરોડ સાઈઠ લાખની કિંમતનો વિદેશી દારૂ. ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ હતો. આમ, છેલ્લા બે વર્ષમાં ઝોન 06 વિસ્તારમાં પેન્ડિંગ તમામ વિદેશી દારૂ આશરે સવા ત્રણ કરોડની કિંમતના મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે.