માલસામાન લારીમાં લઈ જવા મામલે તકરાર
નારોલમાં આવેલી એક કંપનીમાં માલસામાન ભરેલી લારી લઈ જવાની નજીવી બાબતે એક વ્યકિતએ ત્રણ યુવકોને પાઈપના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધા હતા. આ મામલે હુમલો કરનારા સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વટવાના ગેબનશાહ પાસે રહેતા સૌરભ સચાન ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ગત 20 એપ્રિલે તે ઘરે હતો ત્યારે નાનો ભાઈ શુભમ પણ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેને કંપનીમાં રવિ પપ્પુ નામના કર્મચારી સાથે માલસામાન ભરેલ લારી લઈ જવા માટે ઝઘડો થયો હતો. તેવું શુભમે સૌરભને જણાવતા તે તાત્કાલિક કંપનીમાં ગયા હતા. જ્યારે રવિ ત્યાં આવ્યો હતો અને શુભમ સાથે મારામારી કરવા લાગ્યો હતો. જેથી સૌરભ અને તેમનો મિત્ર પિન્ટુ છોડાવવા વચ્ચે પડતા રવિએ ત્રણેયને લોખંડની પાઇપથી ફટકારી લોહિલુહાણ કર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા રવિ જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ અંગે સૌરભે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…