ઓઢવમાં ધર્મપરિવર્તનની આશંકાએ પ્રાર્થનામાં લાકડીઓ સાથે ટોળુ ઘૂસ્યું

ખ્રિસ્તીધર્મના પ્રાર્થનાસ્થળે ટોળાએ જયશ્રીરામના નારા લગાવ્યા

ઓઢવ વિસ્તારમાં ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં ખ્રિસ્તી ધર્મના લોકો પ્રાર્થના ખંડમાં સભા કરી રહ્યા હતા, આ સમયે ધર્મપરિવર્તન થતુ હોવાની શંકાના આધારે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોનુ ટોળુ ત્યાં પહોચી ગયુ હતુ અને અહીંયા ધર્મ પરિવર્તન કેમ કરાવો છો કહીને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છ વ્યક્તિની અટકાયત કરી છે.

ઓઢવમાં વિમલપાર્ક નજીક ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં રહેતા ઈમાનુએલ ખ્રિસ્તીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવાયુ છે કે. ગત રવિવારે સવારે ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના માટે અમે બધા ભેગા થયા હતા. અને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે પ્રાર્થના ખંડમાં જય શ્રી રામના નારા લગાવતા કેટલાક લોકોનુ ટોળુ આવી ચઢ્યું અને તમે લોકો ( લોકો અહિયાં ધર્મપરિવર્તન કરી રહ્યા છો, અહિયાં આ બધું નહી ચાલે અને ટોળામાં આવેલા લોકોના હાથમાં લાકડીઓ અને પાઈપો પણ હતી.

આ સિવાય પ્રાર્થના ખંડની બહાર બીજા 20થી 25 લોકોનું ટોળું ઉભેલું હતું. અને તેલોકો પણ જોરજોરથી બુમો પાડી રહ્યા હતા. ત્યારબાદ ઈમાનુએલ ખ્રિસ્તીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. ત્યારબાદ ઓઢવ પોલીસે દર્શન જોશી, જીગ્નેશભાઈ. જીતુંભાઈ બઠેડા, મયુરભાઈ દવે તથા યોગેશ ભાઈ સહીત કુલ 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 6 લોકોની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં