બોટલ ફેંકતા વકીલની સાસુને ઈજા થઈ હતી
રાયપુરમાં રહેતા એક વકીલના પુત્રીની સગાઈ પ્રસંગે યોજાયેલી ગરબામાં રાતના સમયે મોટેથી વાગતા સ્પીકર બંધ કરવા માટે દંપતીએ વિરોધ કરીને સ્પીકર પર પાણી નાખ્યું હતું. તેમજ ગેલેરીમાંથી કાચની બોટલ ફેંકતા વકીલની સાસુને ઈજા થઈ હતી. આ મામલે વકીલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે.
રાયપુરમાં શિવાલયલ એપાર્ટમેન્ટમાં રહેતા વકીલ નિલેશભાઈ લોધા વકીલાત કરે છે.ગત 28 ફેબ્રુઆરીએ તેમની દીકરીની સગાઈ હોઈ ફલેટના કોમન પ્લોટમાં પરિવારના સભ્યો ડીજીના તાલે ગરબે ઝૂમતા હતા. દરમિયાન સાડા દસ વાગ્યાના સુમારે ફલેટમાં રહેતા દસક શાહે નીચે આવી લાઉડ સ્પીકર બંધ કરવાનુ કહેતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી. બાદમાં દસકભાઈની પત્ની કોમલબેને ગેલેરીમાથી સ્પીકર બંધ કરવા બાબતે બોલાચાલી કરીને બે ત્રણ ડોલ ભરીને પાણી ડીજેના મશીન પર નાંખ્યુ હતુ. જેમાં તકરાર થતાં કોમલબેને ઘરમાથી કાચની બોટલ ફેંકતા નિલેશભાઈના સાસુને કપાળમાં ઈજા થઈ હતી.