દવા લેવા ગંદા પાણીમાં અવર જવાર કરવા દર્દીઓ મજબૂર, પાણીનો નિકાલ ક્યારે થશે?
તંત્રે સેન્ટરને આરોગ્ય મંદિરનું રૂપકડું નામ આપ્યું પણ જાળવણી કરવામાં કોઈ રસ નથી
વટવામાં સદભાવના ચોકી નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અર્બન હેલ્થ સેન્ટરને મ્યુનિ.એ આરોગ્ય મંદિરનું સુંદર નામ તો આપી દીધું છે. પરંતુ મંદિરની જેમ તેની જાળવણી કરવામાં મ્યુનિ.ને કોઈ રસ જ નથી. એટલે આ અર્બન હેલ્થ સેન્ટરના દ્વારે ગંદા પાણી ભરાયેલા છે. એટલે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવના લીધે આરોગ્ય મંદિરના દ્વારે જ ગંદકીના ગંજથી ત્યાં દવા લેવા
આવતા લોકો સાજા થવાના બદલે વધારે બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિક શ્યામભાઈએ જણાવ્યું હતું કે, ચાર માળિયામાં ગટરો ઉભરાતા ગંદકીના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ બિમારીમાં લોકો દવા લેવા માટે અર્બન હેલ્થ સેન્ટરમાં જાય છે. પરંતુ ત્યાં ગેટની પાસે જ ગટરના પાણી ભરાઈ ગયેલા છે. એટલે ત્યાં દવા લેવા આવતા દર્દીઓને હેરાન થવાનો વારો આવે છે.