વેપારીએ બે અજાણ્યા પુરુષો સામે ત્રણ મહિના બાદ ફરિયાદ કરી
ઓઢવમાં પોપ્યુલર પાર્કમાં રહેતા દરજારામ ચૌધરી (ઉ,47)સોસાયટીના નજીક જ કરિયાણાની દુકાન ધરાવે છે. ગત ડિસેમ્બર, 2024માં તેમની દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ માટે રાખેલા પેટીએમનું સ્પીકર બંધ થઈ જતા તેમણે કંપનીના માણસોને જાણ કરી હતી ત્યારબાદ 7 જાન્યુઆરીએ બે અજાણ્યા વેપારી તેની દુકાને હાજર હતો. ત્યારે બે યુવક ચાલતા ચાલતા દુકાને આવ્યા અને પે-એટીએમ કંપનીમાં આવીએ છીએ તમારા મશીનમાં અવાજ આવતો બંધ થઇ ગયો છે. તે રીપેર કરવા માટે આવ્યા છીએ અને માસિક ભાડું રૂપિયા 125 આવે છે. તે પણ અમે બંધ કરી આપીશું કહીને વેપારીને વાતોમાં ભોળવી રાખ્યો હતો.
દરમિયાન ખાતામાં એક રૂપિયો ટ્રાન્સફર કરવો પડશે કહેતા વેપારીએ તેના સગીર દીકરાને બોલાવીને એપ્લિકેશન થકી વેપારીના એકાઉન્ટમાં થી એક રૂપિયો ગઠિયાના મોબાઈલ ટ્રાન્સફર કરાવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ વેપારીનો મોબાઈલ ફોન લીધો અને તેમાંથી રૂ.99 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. સાઇબર ક્રાઈમમાં જાણ કરી પરંતુ ત્રણમહિના વીતી ગયા છતાં વેપારીના રૂપિયા પાછા નહી આવતા આખરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વેપારી અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.