વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા નામની દુકાનમાંથી બે બાળમજૂર મળી આવ્યા હતા. આ અંગે બંને દુકાન ચલાવનારા અનિલભાઈ સહાની અને નિતેશ વર્મા સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો
સાણંદને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ સાણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સાણંદ માટે બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી 31 વેપારીઓ પાસેથી 174…








