વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા નામની દુકાનમાંથી બે બાળમજૂર મળી આવ્યા હતા. આ અંગે બંને દુકાન ચલાવનારા અનિલભાઈ સહાની અને નિતેશ વર્મા સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી
વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…