શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8 વાગે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. . નારોલમાં ઈન્દિરાનગર વિભાગ-1માં રહેતા જીતેન્દ્રભાઈ પરમાર(ઉ.34)એ ગુરુવારે કોઈક કારણોસર પોતાના ઘરે છતના ભાગે પંખાના હુક સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી
વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…