ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ, 2020માં આપ્યા હતા. જે તે સમયે મજૂરીના રૂ. 24 હજાર નક્કી થતા અંજનાબેન રૂ. 18 હજાર આપ્યા હતા અને બાકીના દાગીના આપે ત્યારે આપવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન કોરોના આવતા દુકાન બંધ રહેતી હોઈ અંજનાબેને દાગીના નહીં બનાવવાનું કહેતા નિમેષકુમારે બે ત્રણ માસમાં દાગીના બનાવી આપવાનું કહ્યુ હતુ. બે ત્રણ મહિના વીતી ગયા બાદ રણી અને રૂપિયાની ઉઘરાણી કરતા નિમેષકુમારે જે કારીગરને દાગીના બનાવવા આપ્યા છે તેને એકસીડન્ટ થયો હોવાનુ કહ્યુ હતુ.
અંજનાબેને કારીગરને મળવા હોસ્પિટલ જવાનુ કહેતા તેમના મળવા લઈ ગયા નહતા. ફરી ઉઘરાણી કરતા કારીગર કોલકત્તા બાજુનો હોઈ દાગીનાની રણી લઈ જતો રહ્યો હોવાનુ કહ્યુ હતુ. આમ દાગીનાની રણી કે એડવાન્સ રૂપિયા પરત નહી આપતા કંટાળીને અંજનાબેનએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જવેલર્સ નિમેષકુમાર શાહ સામે છેતરપીંડી ફરિયાદ નોંધાવી છે.