ઓઢવના વેપારી સાથે કંપનીમાં રૂ.10 લાખ રોકાવી ઠગાઈ કરી

સ્ટાર્ટઅપ કંપનીના બે સંચાલક સામે ફરિયાદ

નરોડામાં રહેતા અરવિંદભાઈ પટેલ ઓઢવમાં ફેકટરી ધરાવી વેપાર કરે છે તેમની ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાની બહેનપણી સ્વીટીબેન મૌલિકભાઈ શાહ અવારનવાર ફેકટરી પર આવતા હતા. ઓકટોબર 2022માં સ્વીટીબેન અને પ્રતિકભાઈ શાહ મળવા આવ્યા હતા અને તેઓ કવીક સ્ટાર્ટ 24 ગ્રુપની એન લાઈફ કેપસ્યોર એલએલપી કંપની ધરાવતા હોવાનુ કહીને તેમની કંપની શેરબજાર, રીયલ એસ્ટેટ, ફોરેકસ ટ્રેડીંગ, ન્યુઝ ચેનલ, કેપીટલ ફાયનાન્સ ફિલ્મ મેકીંગ વગેરે બિઝનેસમાં નાણાં રોકતા હોવાનુ કહીને તેમને નાણાં રોકવા માટ કહ્યું હતુ.

જેનાથી આર્કપાઈને અરવિંદભાઈએ રૂ. 10 લાખ તેમના મેનેજર જાનવીબેન જોશીએ રૂ. 26 લાખ અને પ્રતિકભાઈની ઓફિસમાં કામ કરતા અજયભાઈ મદ્દાસીએ કંપનીમાં રોકાણ કર્યું હતુ. તા 18 જાન્યુઆરી, 2023થી 31 ઓકટોબર 2023 દરમિયાન ફઆ કંપનીએ માસિક 3 ટકા લેખે વળતર આપવાનુ કહીને રૂપિયા લીધા બાદ માસિક વળતર આપ્યા બાદ કંપનીમાં ઈડીની રેડ પડી હોવાનુ બહાનુ કર્યું હતુ. બાદમાં કંપનીના સંચાલકોએ રૂપિયા પાછા નહી આપતા અંતે અરવિંદભાઈએ આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સ્વીટીબેન શાહ અને પ્રતિકભાઈ શાહ સામે છેતરપીડીની ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    મણિનગરમાં યુવતીને ફેક આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

    વટવા GIDCની કંપનીમાંથી રૂ. એક લાખના વાયરની ચોરી

    વિપક્ષના નેતા શહેઝાદખાનને જાનથી મારી નાખવાની ધમકી