રામોલમાં મહિલાની સર્તકતાથી ફોન સ્નેચિંગ કરી નાસતો આરોપી ઝડપાયો

મહિલાનો ફોન ઝૂટવવા જતા ધક્કો મારી બે સ્નેચરને પછાડી દીધા

રામોલમાં મહિલા તેના પતિ સાથે વાહન પર પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાના હાથમાંથી મોબાઈલ લુંટવાનો પ્રયાસ કર્યો હતો જો કે મહિલાએ પ્રતિકાર કરીને ફોન પકડી રાખી ધક્કો મારતા બંને શખ્સો વાહન પરથી પટકાયા હતા. જે પૈકી એક નાસી છુટયો હતો જયારે એક આરોપીને ઝડપી લેવાયો હતો.

રામોલ વિસ્તારમાં આવેલા પ્રકાશ ટેનામેન્ટમાં રહેતા હંસાબેન વાઢેર પતિ સતીષભાઈ અને બે બાળકો સાથે રહે છે. રવિવારે સતીષભાઈ હંસાબેન અને બાળકોને લઇ બાઇક પર ન્યુ આરટીઓ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમના વાહનની નજીક ટુવ્હિલર પર બે શખ્સો આવ્યા હતા.

તેઓ કશુ વિચારે તે પહેલા બે શખ્સ પૈકીએ એકે હંસાબેનના હાથમાંથી મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હંસાબેને ફોન પકડી રાખ્યો હતો. આરોપીએ ત્રણ વખત મોબાઈલ ખેંચ્યો, પરંતુ હંસાબેનએ પોતાનો મોબાઇલ છોડ્યો નહીં અને સીધો શખ્સને ધક્કો મારી દીધો હતો. હંસાબેનેએ ધક્કો મારતાની સાથેજ બન્ને શખ્સ વાહન સાથે જમીન પર પડયા હતા. બીજી તરફ હંસાબેનનુ ટુવ્હીલર પણ ફંગોળાઈ ગયું. હંસાબેનએ ટુ-વ્હીલરથી ઉતરીને સીધા મોબાઇલ સ્નેચરના વાહનની ચાવી કાઢી લીધી હતી.

મોડીરાતે બનેલી આ ઘટના જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બન્ને સ્નેચરને ઝડપીને મેથીપાક આપ્યો હતો.આ સમયે એક નાસી છુટયો હતો. બનાવની જાણ થતા રામોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જ્યા મોબાઇલ સ્નેચરની ધરપકડ કરી હતી. મોબાઇલ સ્નેચરનું નામ સુનિલ ચુનારા છે અને તેના નાસી છુટેલા સાથીદારનું નામ સુમિત ચુનારા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. ડી. મોરીએ જણાવ્યુ છે કે, સુનીલ ચુનારા વિરૂદ્ધ અગાઉ પણ ગુનો નોંધાયા છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી