રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ કામ કરવાનાં ઠાલાં વચનો આપતા હોવાનો લોકોનો આક્ષેપ

શહેરના રામોલના ન્યૂ મણિનગર ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જેના લીધે ગંદા પાણી રોડ પર ભરાઈ રહેતા વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત પાણી ભરાતા ઘણી જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. એટલે આવા બિસ્માર રસ્તાના લીધે ટુ-વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે. આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામ કરવાના ઠાલા વચનો જ આપવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, રામોલથી વસ્ત્રાલ જતાં ન્યૂ મણિનગર ચાર રસ્તા પાસે એક એક હોસ્પિટલ, મોલ અને એસ્ટેટ હોવાના લીધે ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા 20 દિવસથી આ રોડ પર ગટર લાઈનમાં ભંગાણ પડી જતાં ગટર ઉભરાય છે. જેના લીધે તેના દૂર્ગંધ મારતા પાણી રોડ પર ભરાઈ ગયા છે. જેના લીધે લોકોને હાલાકી પડી રહી છે. આટલુ ઓછુ હોય તેમ પાણી ભરાઈ રહેવાના લીધે આ રોડમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. એટલે ટુ-વ્હીલર ચાલકો ત્યાંથી પસાર થાય ત્યારે ખાડામાં પટકાવાના લીધે અકસ્માત સર્જાય છે. જેમાં ઘણીવાર ટુ-વ્હીલર ચાલકો પડી જતાં ઈજા થવાના બનાવો પણ બની રહ્યા છે. જો કે આ મામલે સ્થાનિકો દ્વારા વારંવાર મ્યુનિ.માં રજૂઆત કરે છે. પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. એટલે નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પણ તંત્ર તાકિદે કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

  • Related Posts

    ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

    પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં…

    અમરાઈવાડીમાં સ્કૂલની વિદ્યાર્થિની સાથે સિકયુરિટી ગાર્ડે છેડછાડ કરી

    આરોપી સગીરાને ધમકી આપીને નાસી છૂટયો અમરાઈવાડીની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી સગીરા બાથરૂમમાં ગઈ ત્યારે શાળાના સિકયુરીટી ગાર્ડે તેની સાથે શારિરીક અડપલાં કર્યા હતા આ સમયે સગીરાએ બૂમાબૂમ કરતા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

    દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

    અમરાઈવાડીમાં સ્કૂલની વિદ્યાર્થિની સાથે સિકયુરિટી ગાર્ડે છેડછાડ કરી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

    આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

    આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

    જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન

    જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન