મણિનગરમાં વેપારીના ઘરમાંથી રોકડા રૂ. 1.64 લાખ સહિત રૂપિયા 14 લાખની મતાની ચોરી થઇ

દુકાનેથી લાવેલા ધંધાની રોકડ, ડાયમંડના દાગીના રોલેક્ષ ઘડિયાળ ગુમ

મણિનગરમાં રહેતા વેપારી પ્લાયવૂડની દુકાનેથી ધંધાના રોકડા રૂ. 1.64 લાખ બેગમાં લઈને ઘરે આવ્યા હતા.દરમિયાન રાતના સમયે તસ્કરોએ વેપારીના ઘરને નિશાન બનાવ્યુ હતુ અને ધંધાના રોકડ તથા સોનાચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂ. 13 લાખ 96 હજારની મત્તાની ચોરી કરી હતી આ અંગે વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે તસ્કરોએ ચોરી કરી, મણિનગર પોલીસે તપાસ આદરી

મણિનગરમાં વ્રજરાજ બંગ્લોઝમાં રહેતા દર્શિલભાઈ ઠકકર ગીતામંદિર લાટી બજારમાં પ્લાયવુડ તથા એમડીએફની દુકાન ધરાવીને વેપાર કરે છે. ગત તા 27 મીએ સાંજના સમયે દર્શિલભાઈ દુકાન બંધ કરીને દુકાનના હિસાબના રોકડા રૂ. 1,64,200 બેગમાં લઈને ઘરે આવ્યા હતા એ બેગ તેમની માતાના ડ્રેસીંગરૂમમાં બેઠક પર મુકી હતી.

ત્યારબાદ જમી પરવારીને વેપારી તેમના રૂમમાં સુવા માટે ગયા હતા. દરમિયાન શુક્રવારે સવારે જાગ્યા ત્યારે તેમની માતાએ કહ્યુ હતુ કે તેમના રૂમનો સામાન અસ્તવ્યસ્ત છે.

આથી તેમણે રૂમમાં જઈને તપાસ કરતા માતાને રાખવા માટે આપેલા રોકડા રૂપિયા ભરેલી બેગ, રોલેક્ષ કંપનીની કાંડા ઘડીયાળ, ડાયમંડની વીંટી, બ્રેસલેટ, આઈફોન અને અન્ય નાનામોટા દાગીના મળીને કુલ રૂ. 13,96,200 ની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે દર્શિલભાઈએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.