ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

મકાનમાલિક બહાર સૂવા માટે ગયા હતા

ખોખરામાં નવનિર્માણ સોસાયટીમાં ભજન હોઈ ઉધ આવતી નહોઈ સ્થાનિક રહેવાસી રીક્ષા લઈને અન્ય સ્થળે સૂવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ તેમના બંધ ઘરનુ તાળુ તોડી ટીવી ફ્રિજ અને કાચના ખાનામાં તોડફોડ કરીને નાસી ગયુ હતુ. આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકતિ સામે મનદુખની અદાવત રાખીને આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવાઈ છે.

ખોખરામાં નવનિર્માણ કો. હા ,સોસાયટીમાં રહેતા મનોજભાઈ ચાવડા ના પરિવારજનો ગત તા 19 મીની રાતે બહાર ગયા હોઈ તેઓ ઘરે એકલા હતા. આ સમયે તેમના ફલેટની નીચે ભજનનો કાર્યક્રમ હોઈ અવાજ તેમના ઘરમાં જોરથી આવતો હોઈ તેમને ઉંઘ આવતી નહતી એટલે તેઓ પોતાની રીક્ષા લઈને ખોખરા સ્લમ કવાટર પાસે રીક્ષા રાખીને તેમાં સૂઈ ગયા હતા. સવારે ઉઠીને તેઓ ઘરે ગયા અને જોયુ તો તેમના ઘરનો દરવાજો તુટેલો હતો. અંદર જઈને તપાસ કરતા સરસામાર વેરવિખેર હાલતમાં પડ્યો હતો. અને ટીવી તેમજ ફ્રિજને તોડફોડ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. અંદરના ખાના પણ તુટેલા હતા

  • Related Posts

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ…

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    શહેરના લાંભા વોર્ડમાં નવાણા પંપિગ સ્ટેશન પાસે આવેલા બાગે કૌશરના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા

    અમરાઈવાડીમાં ફાઈનાન્સ કંપનીના કર્મી.એ રૂ. 1.18 લાખની ઠગાઈ કરી

    સરદારનગરમાં સિક્રેટ લોકર તોડી દાગીના-રોકડની ચોરી

    મણિનગરમાં સરનામું પૂછવાના બહાને મહિલાનું ચેઈન સ્નેચિંગ