હાથીજણમાં માટીના ઢગલાના લીધે રસ્તો શરૂ ન કરાતા સ્થાનિકો હેરાન

કામ પૂર્ણ થયાને 20 દિવસ થયા છતાં રસ્તો ખુલ્લો કરાતો નથી

શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના અંતર્ગત સર્વિસ રોડ બનાવાનું કામ પૂર્ણ થયાને 20 દિવસથી વધારે સમય થયો છતાં માટી ઢગલા હટાવાતા નથી. જેના લીધે સર્વિસ રોડ બંધ રાખવાના લીધે ફરી ફરીને જવાનો વારો આવતા લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત સતત ઉડતી ધૂળના લીધે લોકોને આસપાસના વિસ્તારના 12 હજારથી વધારે ફલેટના રહીશો પરેશાન થઈ ગયા છે.

આ અંગે સ્થાનિક અગ્રણી અતુલ પટેલે જણાવ્યું હતું કે, રોડ બનાવાનું કામ પૂર્ણ થયાને 20 દિવસ જેટલો સમય થયો પરંતુ તેની આસપાસના રોડ પર મુકેલા માટીના ઢગલા હટાવાતા જ નથી. જો માટીના ઢગલા હટાવીને રસ્તો શરૂ કરવામાં આવે તો હજારો લોકોને રાહત મળી શકે તેમ છે. પરંતુ હાલમાં માટીના ઢગલાના લીધે રસ્તો બંધ હોવાના લીધે ધર્મલેખ ફલેટ, નારયણી હાઈટ્સ ફલેટ, આનંદ ફલેટ, રાધેશ્યામ હાઉસિંગ, બાલેશ્વર ફલેટ અને બાલેસ્વર સિટી. ધર્મવિલા બંગ્લોઝ, માતૃવાટિકા ફલેટ, અપૂર્વ ફલેટ સહિતની આસપાસની સોસાયટીઓના 12 હજારથી વધારે રહીશોને ફરી ફરીને જવાનો વારો આવતા હેરાનગતિ ભોગવવી પડે છે.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.