નિકોલમાં પાણી મુદ્દે લોકોનો કોર્પોરેટરના ઘર પાસે હોબાળો

મહિલાઓએ માટલા ફોડીને પાણી આપવા માગ કરી

શહેરના નિકોલ વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર ડ્રેનેજ ઉભરાવાની અને પ્રદૂષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે નિકોલના રહીશોએ તેમની સમસ્યાઓને લઈને સ્થાનિક કોર્પોરેટરના ઘરે જઈને માટલા ફોડીને તેમના હલ્લાબોલ કર્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી પરિસ્થિતિ વણસે નહીં માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાય સમયથી નિકોલ વોર્ડના ગોપાલચોક,એમજી રોડ સહિતના વિવિધ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની અને પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે. જેના કારણે હરીધામ સોસાયટી અને આસપાસની સોસાયટીની રોષે ભરાયેલી મહિલાઓ સહિતના ટોળાએ માટલા સાથે સ્થાનિક કોર્પોરટર બળદેવ પટેલના ઘરે હોબાળો કર્યો હતો. નિકોલની જલતરંગ સોસાયટી પાસે જ મહિલાઓએ માટલા ફોડીને કોર્પોરેટરના નામનો હુરિયો બોલાવીને હોબાળો મચાવ્યો હતો. જેની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમે દોડી આવીને પરિસ્થિતિ સંભાલી હતી.

  • Related Posts

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    • By swagat01
    • November 25, 2025
    • 10 views
    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    • By swagat01
    • November 20, 2025
    • 11 views
    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    • By swagat01
    • November 14, 2025
    • 14 views
    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું