આરોગ્યમંત્રીએ રાજકોટ સિવિલના તંત્રને ઝાટકી નાખ્યું
આરોગ્ય સચિવે કલેક્ટરને કહ્યું-બધાને બ્રેડ બટરમાં જ રસ છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે જેમાં તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તંત્ર સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ સિવિલના તંત્રને ખૂબ ઝાટક્યું હતું તેમની સાથે આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ પણ સુપરિન્ટેન્ડન્ટ સહિતનાઓની હાલત કફોડી બનાવી નાખી હતી.
આરોગ્ય મંત્રીએ જનાના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દર્દીઓને રસ્તે રઝળતા જોઈને મંત્રી રોષે ભરાયા હતા. તેઓએ કહ્યું હતું કે, એક વર્ષથી ફરિયાદો આવે છે અહીં શું ચાલે છે બધી જ ખબર છે! આપણે ત્યાં આઉટસોર્સિંગમાં કેટલા કર્મચારી છે? 250? અત્યારે ગોતવા નીકળશું તો 100 પૂરા નહિ મળે. આ બધાને પીએફ. પગાર કેવા મળે છે? બોનસ મળે છે? આ બધું હવે ફેરવવાનું બંધ કરી દો.
મંત્રીએ કહ્યું કે કેમ ખાનગી મેડિકલ સ્ટોર ચાલે છે? તમારી પાસે દવા ન હોય તો ખરીદો અને દર્દીને આપો બાકી તેમણે પૈસા ખર્ચવાના નથી. આ મેડિકલ સ્ટોર બંધ કરો! દરમિયાન કલેક્ટરની સામે જોઈને સચિવે કહ્યું કે, જોઈ લ્યો આ બધાને બ્રેડ બટરમાં જ રસ છે!