વટવા, દાણીલીમડા સહિત દક્ષિણ ઝોનમાં સરકારી આવાસના સ્ટ્રક્ચર ઓડિટ માટે રૂ.30 લાખ ખર્ચાશે

વિવિધ આવાસો જર્જરિત બની ગયા હોવાની ફરિયાદો વચ્ચે ઓડિટ કરવાનું તંત્રનું આયોજન

સુરતની S.V.N.IT ને સ્ટ્રક્ચર ઓડિટનું કામ સોંપવાનું નક્કી કરાયું, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે

શહેરમાં વિવિધ સરકારી આવાસો બનાવ્યાના ગણતરીના વર્ષોમાં જર્જરિત બની ગયા હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. ત્યારે મ્યુનિ. દ્વારા આ જાહેર આવાસોના સ્ટ્રક્ચરના ઓડિટ કરાવીને તેનુ ઓડિટ કરવાનું આયોજન કરાયું છે. જેમાં વટવા, દાણીલીમડા સહિત દક્ષિણ ઝોનમાં વિવિધ આવાસોના મળીને 121 બ્લોકના સ્ટ્રકચરનું ઓડિટ કરવા માટે રૂ.30 લાખ સુધીનો ખર્ચ કરવા માટે મ્યુનિ.એ નક્કી કર્યું છે.

આ અંગે મ્યુનિ.ના જણાવ્યા મુજબ, હાઉસીંગ પ્રોજેક્ટ અંતર્ગત મ્યુનિ દ્વારા દક્ષિણ ઝોનના મણિનગર, ઈસનપુર, લાંભા, વટવા સહિતના વિવિધ આવાસોના સ્ટ્રક્ચર ઓડિટનાકામ માટે સુરતની સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌધોગિક સંસ્થા (S.V.N.I.T)ની નિમણૂંક કરવાનું નક્કી કર્યું છે. જેમાં ઓડિટ કરતી એસવીએનઆઈટી સંસ્થાનેપ્રતિ બ્લોક દીઠ ગ્રાઉન્ડ ફલોર પ્લસ 1 ના રૂ.18 હજાર, ગ્રાઉન્ડ ફલોર પ્લસ 2ના રૂ.20 હજાર અને ગ્રાઉન્ડ ફલોર પ્લસ 3 ના રૂ.22 હજાર ઉપરાંત જીએસટી અલગથી અપાશે. આગામી દિવસોમાં મ્યુનિ.ની કમિટીઓમાં મંજૂરી બાદ આ કામને બોર્ડમાં રજૂ કરાશે. તેમાં મજૂરીની મ્હોર વાગશે તો ટુંક સમયમાં સ્ટ્રક્ચર ઓડિટની કામગીરી શરૂ કરી દેવાશે.

ઓડિટના રિપોર્ટના આધારે સમારકામ કરાશે

સ્ટ્રક્ચર ઓડિટમાં જે આવાસોના બ્લોક જર્જરિત કે ખામીયુકત હશે તેને રિપેરીંગ કરવા કે તેને તોડી પાડવા તેનો નિર્ણય લેવાશે. ફાઈનલ રિપોર્ટના આધારે જરૂર જણાશે તેવા આવાસોનાં સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવાશે.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.