દુકાનદારની પત્નીએ કચરો નાખતા મામલો બિચકયો
નારોલમાં દુકાનમાંથી કચરો ફેંકવાની નજીવી બાબતે બે વ્યક્તિઓએ ઝધડો કરીને દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાવાઈ છે.
નારોલમાં રહેતા નાથુલાલ ગુજજર( ઉ.30) તેમના મકાન નીચે ડેરી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.શુકવારે તેઓ અસલાલી કામસર ગયા હતા ત્યારે તેમનો પુત્રએ ફોન કરીને કહ્યું કે તમે જલદી તુકાને આવો બે લોકોએ કચરો નાખવા બાબતે બોલાચાલી કરી દુકાનના કાચ તોડી નાખી તોડફોડ કરી છે. નાથુલાલ ગુજજર તાતકાલીક અસલાલીથી આવી ગયા હતાં અને દુકાને આવતા જોયુ તો કાચના ટેબલના કાચ તુટેલા હતા.
આ અંગે પુછતા તેમની પત્નીએ કહ્યુ હતુ કે, તેઓ દુકાન આગળ કચરો નાંખવા માટે ગયા હતા. ત્યારે રોનક મનોજભાઈ સોલંકી અને તેનો મિત્ર સાગર ત્યાં હાજર હતા.
કચરો નાંખતા તેમના પર થોડો કચરો ઉડયો હતો. આથી રોનકે કચરો કેમ ઉડાડયો તેમ કહેતા મે તેની માફી પણ માંગી હતી. થોડીવાર બાદ રોનક તથા સાગરના પિતા હરિશભાઈ બંને હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને દુકાનમાં ટેબલના કાચ અને ઠંડાપીણાના કેરેટના થપ્પાને ધોકા મારી તોડફોડ મચાવી હતી. આ અંગે નાથુલાલે નારોલ પોલીસ સ્ટેશનમાં રોનક અને હરિશભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી
શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને…