હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો

હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા આવાસમાં લોકો બોર દ્વારા પાણી લઈ રહ્યાં છે

જે સુવિધાઓ મળતી નથી તેનો પણ ટેક્સ ઉઘરાણી બિલમાં કરાતા લોકોમાં રોષ

શહેરના હાથીજણના વિવેકાનંદ નગરની સામે આવેલા પંડિત દિનદયાલ નગરમાં પીવાના પાણી, ગટર સહિતની સુવિધાઓ આપવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. પરંતુ બીજી બાજુ મ્યુનિ. દ્વારા ટેક્સ બિલમાં જે સુવિધાઓ આપતા નથી તેનો પણ વેરો ઉમેરીને મોકલવામાં આવે છે. જેને લઈને નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એટલે સ્થાનિકોએ મ્યુનિ.માં જે સુવિધાઓ આપતા નથી તેનો વેરા બાદ કરીને નવેસરથી ટેક્સ બિલ મોકલવા મ્યુનિ સમક્ષ માગણી કરી છે.

પ્રાપ્ત વિગત એવી છે કે, પૂર્વ ઝોનમાં આવેલા હાથીજણ પાસેના વિવેકાનંદ નગર ખાતે પંડિત દિનદયાલ નગર વિભાગ-૩ હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ફ્લેટ બનાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન ફાળવાયા હતા. પરંતુ આ મકાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વેરો, ગટરનો વેરો. સફાઈનો વેરો તેમજ શિક્ષણ વેરો ઉઘરાવવામાં આવે છે તદઉપરાંત અન્ય વેરા પણ ઉઘરાવામાં આવે છે.

પરંતુ આ બધી સુવિધાઓ આપવામાં આવતી નથી. પાણીની પણ સુવિધા અપાતી નથી અને ટેક્સના બિલમાં દર વર્ષે ટેક્સના બિલો આપી અને છેલ્લી નોટિસ આપી રહીશોને ધમકાવી સીલ મારવાની નોટિસ આપવામાં આવે છે. પરંતુ પરંતુ પ્રાથિ પ્રાથમિક સુવિધાઓ આપવામાં મ્યુનિ.કોર્પોરેશન કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર થતું નથી. એટલે મામલે સ્થાનિક અગ્રણીએ મ્યુનિ.માં રજૂઆત કરી છે કે, આવાસમાં પાણીની સુવિધા આપવામાં આવતી નથી. સોસાયટીના સભ્યોએ ભેગા થઈને મેઈનટેનન્સ ઉધરાવી બોર દ્વારા પાણી મેળવીએ છીએ. એટલે એએમસી દ્વારા પાણી,ગટર, સફાઈ અને શિક્ષણની સુવિધા મળતી નથી એટલે આ વધારાના તમામ ટેક્સ બાદ કરીને નવુ બિલ મોકલી આપવા મ્યુનિ.માં રજૂઆત કરી છે.

  • Related Posts

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    • By swagat01
    • November 25, 2025
    • 10 views
    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    • By swagat01
    • November 20, 2025
    • 11 views
    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    • By swagat01
    • November 14, 2025
    • 14 views
    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું