શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિણીતાએ શાહીબાગ પોલીસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા સોનાબેન પટણીના લગ્ન 2018માં હરિશભાઈ સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. લગ્ન બાદ થોડાસમય બાદ તેમને પતિ સાસુ અને જેઠે માર મારી પિયર મોકલી દીધા હતા.

તે સમયે પુત્ર પેટમાં હતો.ત્યારબાદ સમજાવટ કરીને તેમને પાછા તેડી ગયા હતા જોકે દસ દિવસબાદ બ્લીડીંગ થતા સારવાર નહી કરાવતા સોનાબેનને તેમની માતા પિયર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ ચાર વર્ષ સુધી પિયરમાં રહ્યા હતા. સાસરીયા તેડી જતા નહતા.દરમિયાન પુત્રને ડાબા પગના થાપાના ભાગે ગાંઠ થતા નિદાન કરાવતા કેન્સર હોવાનું જણાયુ હતુ. તેની જાણ પતિ અને સાસરીયાને કરતા તેમણે સરખો જવાબ આપ્યો નહતો. આ તરફ પુત્રનું ઓપરેશન કરાવતા ઈન્ફેકશન થતા બીજુ ઓપરેશન કરાવવુ પડયુ હતુ જેની સારવારનો ખર્ચ સાસરીયાએ આપ્યો નહતો. એક વર્ષ પહેલા સોનાબેને ઘરેલુ હિંસા અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી જે કેસ હાલમાં ચાલુ છે.

દરમિયાન ગત શનિવારે સોનાબેને તેમના પતિ અને સાસુને પુત્રની કેન્સરની સારવાર કરાવવા માટે પૈસા માંગતા તેમને પતિ સાસુ અને જેઠજેઠાણીએ ઉશ્કેરાઈને ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા સોનાબેને ફેરીવાળા પાસેથી ફિનાઈલની બોટલ લઈને તેમાંથી થોડુ ફિનાઈલ પી જતા તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સોનાબેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ હરિશભાઈ કિશનભાઈ પટણી. સાસુ કોકિલાબેન, જેઠ સાવનભાઈ અને જેઠાણી ભાવનાબેન ઉર્ફે ટીનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં