પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

કણભા પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

કણભાની એક કંપનીમાં નોકરી કરતા યુવકએ પત્ની,તેના પ્રેમી અને સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેમાં યુવક પાસેથી એક સ્યુસાઈટ નોટ પણ મળી હતી. આ અંગે કણભા પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીની વધુ તપાસ હાથધરી છે.

ઉત્તરપ્રદેશમાં રહેતા બ્રજેશસિંહ મોર્ય રાજસ્થાનની કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનોભાઈ અનિલ પાંચ મહિનાથી બાંકરોલ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. અનિલના લગ્ન વર્ષ 2024માં ઉત્તરપ્રદેશના જસવીરસિંહ શાક્યની પુત્રી જ્યોતિ સાથે થયા હતા. ત્યારે જ્યોતિ હોળીના તહેવાર હોવાથી પિયરમાં ગઈ ત્યારથી ત્યાં રહેતી હતી. ગત 31 માર્ચે અનિલે કંપનીમાં તેના રૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.જે અંગે કણભા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. દરમ્યાન અનિલની સાથે નોકરી કરતા શ્યામુ રાઠોડને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જે અનિલે લખેલ હતી. જેમાં મમ્મી-પપ્પા મારે ઘણા દિવસોથી તમને કંઇક કહેવુ હતુ જે આજે કહી રહ્યો છું આ જીવનનો છેલ્લો સફર છે.

મારી મોત પાછળ જ્યોતિ, તેનો પ્રેમી વિજય, તેના પિતા જસવીરસિંહ અને તેના મોટા બાપા ગજેન્દ્રસિંહ જવાબદાર છે. તેમજ જ્યોતિને કોઈ વિજય સાથે પ્રેમસંબંધ હોવા છતા તેના પિતા અને મોટા બાપાએ અનિલ સાથે તેના લગ્ન કરાવ્યા હતા.બાદમાં તમામ ભેગા મળીને અનિલને ત્રાસ આપતા હતા. જેથી તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ અંગે કણભા પોલીસે પત્ની. તેના પ્રેમી સહિત ચારેય સામે દુઃત્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

  • Related Posts

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    • By swagat01
    • November 25, 2025
    • 10 views
    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    • By swagat01
    • November 20, 2025
    • 12 views
    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    • By swagat01
    • November 14, 2025
    • 14 views
    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું