વટવા ગામમાં આવેલા વણકરવાસ પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોની ચિંતા કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એટલે ગટરના પાણી ભરાયેલા હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. આ અંગે સ્થાનિક પ્રવિણ પરમારે જણાવ્યું હતું કે, મ્યુનિ.ના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા ગામના શનાભાઈ |નગર વણકરવાસ ગણેશ મંદિર પાસે છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જાહેર રોડ પર ગંદા પાણી ભરાઈ રહેતા તેની તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.
ઉપરાંત ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ એટલી હદે વધી ગયો છે કે લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. એટલે આ મામલે સ્થાનિકો મ્યુનિ. માં ઓનલાઈન ફરિયાદ કરે છે. તો
સમસ્યાના ઉકેલ વિના જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. એટલે આ રીતે વારંવાર લોકો ઓનલાઈન ફરિયાદ કરે પરંતુ ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપતું નથી.