NRIએ મિત્ર સાથે મળી ડોલર છાપ્યા, સલૂનમાં વટાવવા જતાં પકડાયા

ગાંધીનગરનો યુવક ઓસ્ટ્રેલિયામાં MBA કરી 20 વર્ષથી રહેતો હતો, પ્રિન્ટિંગ કારોબારી મિત્ર સાથે મળી વટવામાં નકલી ડોલર છાપવાનું શરૂ કર્યું

ડોલર વટાવવા જતી વખતે એકને શંકા જતાં SOGને કહ્યું, ચારની ધરપકડ

અમદાવાદના ઈતિહાસમાં પહેલી જ વખત વટવામાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી ઓસ્ટ્રેલિયાના ડોલર છાપવાનું કૌભાંડ પકડાયુ છે. 20 વર્ષથી પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા અને ત્યાંજ એમબીએ નો અભ્યાસ પૂરો કરનાર યુવકે અમદાવાદમાં આવીને મિત્રો સાથે મળીને ડોલર છાપવાનું શરુ કર્યું હતુ. મિત્રના પિતાના પ્રેસમાં ડિજિટલ પ્રિન્ટિંગ મશીન લાવીને ડોલર છાપી ધોરણ-10 ફેઈલ 2 મિત્રોને ડોલર વટાવવા મોકલ્યા હતા. જો કે તે બંને એ પણ હેર સલૂનની દુકાનમાં જઈને 55નો એક ડોલર 40માં વેચવાનો પ્રસ્તાવ મુકતા ભાંડો ફૂટી જતા પોલીસે ચારેય મિત્રની ધરપકડ કરી હતી.

એસઓજીના પીઆઈ એમ.એસ.ત્રિવેદી સમક્ષ એક વ્યક્તિએ રજૂઆત કરી હતી કે તેઓ વેજલપુરમાં આવેલી એક હેર સલુનની દુકાને બેઠા હતા. ત્યારે રોનક રાઠોડ નામનો યુવાન ઓસ્ટ્રેલિયન ડોલર વટાવવા આવ્યો હતો. તેણે કહ્યું કે હાલમાં ડોલરની કિંમત રૂ.55 છે. પરંતુ મારે રૂ.40માં આપવાના છે. અત્યારે 6000 ડોલર અને બીજા ટુકડે ટુકડે આપશે. જેથી એસઓજીની ઓફિસે ગયો હતો અને જાણ કરી હતી. જેથી પીઆઈ ત્રિવેદી ટીમ સાથે દુકાને પહોંચતા ત્યાંથી રોનક ઉર્ફે મીત રાઠોડ મળી આવ્યો હતો. તેની પાસેથી ઓસ્ટ્રેલિયાના 50 ડોલરની એક એવી 18 નોટો મળી આવી હતી. જેના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ડિજીટલ પ્રિન્ટિંગ મશીનથી ડોલર છાપી રહેલા તેના 3 મિત્ર મૌલિક પટેલ, પ્રુવ દેસાઈ અને ખુશ પટેલને ઝડપી લીધા હતા.

ડોલર છાપવા માટે એક્સ્પોમાંથી 11 લાખમાં ડિજિટલ પ્રિન્ટર ખરીધું હતું

દિવાળી પહેલા ગાંધીનગર હેલિપેડ ખાતે એક એકસપો યોજાયો હતો. જેમાં ચારેય મિત્રો ગયા હતા અને ત્યાંથી આ ડિજિટલ પ્રિન્ટર મશીન લેવાનું નક્કી કર્યુ હતુ. આ મશીન તેમણે રૂ.11 લાખમાં ખરીદ્યું હતું અને તે માટે પૈસા મૌલિકે જ આપ્યા હતા.

  • Related Posts

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે…

    આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો

    વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    • By swagat01
    • November 20, 2025
    • 10 views
    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    • By swagat01
    • November 14, 2025
    • 11 views
    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે

    અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે