ત્રણ ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
મેમનગરમાં રહેતા વિપુલભાઈ પટેલ નરોડા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની બોટલનુ કારખાનું ધરાવે છે. ગત 2008માં તેમનો સંપર્ક સૂર્યા ઈન્ટરનેશનલ નામની કંપનીના ભાગીદાર ગૌતમભાઈ દ્રારકાપ્રસાદ બજાજ, સંજય દ્વારકાપ્રસાદ બજાજ અને દ્રારકાપ્રસાદ ગોપીરામ બજાજ સાથે થયો હતો. તેઓ પરચેસ ઓર્ડર મુજબ માલ ખરીદતા હતા.
વિપુલભાઇ ત્રણ જુદી જુદી કંપનીઓમાં માલ પહોંચાડતા હતા. ગત વર્ષ 2013માં સૂર્યા કંપનીમાં આગ લાગી હતી.
ત્યારે વિપુલભાઇનું પેમેન્ટ બાકી હતુ. તેથી ભાગીદારોએ વિમાની રકમ આવશે ત્યારે પેમેન્ટ કરીશું તેમ જણાવ્યું હતું. પરંતુ વર્ષ 2018 સુધી મગાવેલ કુલ રૂ. ३. 79.21 લાખ માલસામાનના પૈસા ચુકવ્યા ન હતા. પૈસાની માગણી કરતા ત્રણે ભાગીદારોએ જણાવ્યું હતું કે, અમારા મેનેજરે અમારી સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ કરી છે.
આ અંગે વિપુલભાઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગૌતમભાઈ બજાજ, દ્વારકાપ્રસાદ બજાજા અને સંજય બજાજ સામે ફરિયાદ નોધાવી છે.