બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

છેલ્લા કેટલાય સમયથી પાણી, ડ્રેનેજ, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યાઓની ભરમાર

સુવિધાઓ આપવામાં રજૂઆત છતાં તંત્ર સતત ઉપેક્ષા રાખતું હોવાની ફરિયાદ ઊઠી

શહેરના બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પુરતા પ્રેશરથી આવતા ન હોવાની, ડ્રેનેજ લાઈન ઉભરાવા અને વરસાદી પાણી ભરાતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ મામલે તંત્ર ઉપેક્ષા રાખતું હોવાના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાની વિસ્તારના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો ७.આ અંગે સ્થાનિક અગ્રણી ભાનુભાઈ

કોઠિયાએ જણાવ્યું હતું કે, બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાછળના વિસ્તાર જેવા કે જયબજરંગ સોસાયટી,ચિત્રકૂટ સોસાયટી, સૂર્યનગર સોસાયટી,આનંદ ફ્લેટ, મંગલમ ફ્લેટ, સત્યમ ફલેટ્ શાસ્ત્રી નગર,ચામુંડા નગર, ભાવના સોસાયટી, મોહનનગર, રામકૃપાનગર. મનહર નગર, જયશ્રીનગર, જલારામ નગર તેમજ આસપાસની નાની-મોટી ચાલીઓના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરતા પ્રમાણમાં આપવામાં મ્યુનિ. તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓ નિષ્ફળ ગયા છે. આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પૂરતા પ્રેશરથી આવતા નથી, ડ્રેનેજ લાઈનોમાં વારંવાર ભંગાણ અને ઉભરાવાની સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે રોડ પણ બિસમાર હાલતમાં છે. આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર સમગ્ર વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણ દાખવતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા છે.

ચામુંડાનગર વિભાગ-2 પાસે ભૂવો પડતાં અકસ્માતની આશંકા

સ્ટેડીયમ પાછળ આવેલા ચામુંડા નગર વિભાગ-2 ના દરવાજા આગળ છેલ્લા એક અઠવાડિયાથી મોટો ભૂવો પડયો છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ કચેરીમાં લેખિત અને મૌખિક રજુઆ કરી છે. છતાં આજદિન સુધી આ ભૂવો પુરવા માટે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી નથી જેના લીધે ચામુંડાનગરમાં રહેતા રહીશોને તેમના વાહનો સોસાયટીની બહાર કાઢવામાં તકલીફ પડે છે.ઉપરાંત રાહદારીઓને પણ હેરાન થવું પડે છે. જો કે નાના બાળકો રમતા રમતા આ ભૂવામાં પડી જવાના લીધે અકસ્માતનો ભય સતાવે છે.

  • Related Posts

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    • By swagat01
    • November 25, 2025
    • 10 views
    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    • By swagat01
    • November 20, 2025
    • 11 views
    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    • By swagat01
    • November 14, 2025
    • 14 views
    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું