તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છતાં ઉકેલ શોધવામાં તંત્રને રસ નથી

શહેરના ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટ પાસે રોડ બનાવ્યાના થોડા જ દિવસોમાં ભૂવો પડતાં અવરજવર કરવામાં વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે વગર વરસાદે પડતાં ભૂવા પાછળના ખરા કારણો શોધીને તેનો ઉકેલવાની દિશામાં અને ભૂવાનું તાબડતોબ સમારકામ કરવાની દિશામાં કામ કરવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા વલણ દાખવી રહ્યું છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટથી સિકોતર માતાજીના મંદિરના ચાર રસ્તા તરફ જવાના રસ્તા પર ભૂવો પડયો છે. હજુ થોડા દિવસો અગાઉ જ ડામર નાંખીને આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય જ ભૂવો પડતા રોડ બનાવાની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવુ લાગી રહ્યું છે. જો કે આ ભૂવો ડ્રેનેજ લાઈનની ચેમ્બર પાસે જ પડયો છે. ત્યારે તેનું સમારકામ વહેલી તકે કરાશે નહીં તો આગામી દિવસોમાં ભૂવો મોટો થવાની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. ત્યારે તાકિદે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે.

નોંધનીય છે કે, લાંભામાં રોડ બનાવ્યાના બે દિવસ બાદ જ નવા રોડ પર ભૂવો પડ્યો હતો. જેના કારણે તંત્રે બેરીકેડ મુકીને સંતોષ માન્યો હતો. પરંતુ ભૂવાનું સમારકામ કરવાની દિશામાં ખાસ કોઈ તસ્દી લીધી ન હતી. હવે ખોખરામાં પણ રોડ બનાવ્યાના થોડા દિવસોમાં જ ભૂવો પડ્યો છે. પરંતુ હજુ સુધી મ્યુનિ.એ બેરિકેડ મુક્યું ન હોવાથી મોટો અકસ્માત સર્જાય તેવી શકયતા છે.

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં