નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

વિદ્યાર્થીના પિતાને પુત્રના અપહરણની આશંકા

નિકોલ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી ટયુશન કલાસમાં એકસ્ટ્રા કલાસીસમાં જવાનું કહીને નીકળ્યા બાદ કયાંક ગુમ થઈ ગયો હતો. આ અંગે નિકોલ પોલીસે વિદ્યાર્થીના શંકાસ્પદ અપહરણનો ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે.

નિકોલમાં રહેતા મૂળ બિહારના વતની રાજુભાઈ મહતોને સંતાનમાં ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટો દિકરો રોશન (ઉ.13 વર્ષ 11 મહિના) ધોરણ 9 માં અભ્યાસ કરે છે. રોશન નિકોલમાં મુક્તિધામ એસ્ટેટખાતે આવેલા સૂર્યમ ઔરા ફલેટના પહેલામાળે આવેલા ઈન્ફ્રા ટયુશન કલાસમાં ટયુશન માટે જાય છે. બન્યું એવું કે ગત તા 27 એપ્રિલથી રાજુભાઈ કેન લઈને બનાસકાંઠાના એઠા રામપુર ગામે કામ કરવા માટે ગયા હતા. ગત પહેલી મે ના રોજ સાંજે તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે, રોશન સાંજના પાંચ વાગે ટયુશન કલાસીસમાં ગયો હતો અને પાછો આવીને છ વાગે મારે એકસ્ટ્રા કલાસીસ છે જેથી હું જાઉ છું તેમ કહીને ઘરેથી ગયા બાદ રોશન ઘરે પાછો ફર્યો નથી.

આ અંગે રાજુભાઈએ તેમના સગાસબંધીઓ અને અન્ય સ્થળે તપાસ કરતા ક્યાંક રોશનનો પત્તો મળ્યો નહતો. અંતે આ મામલે રાજુભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમના દીકરાના અપહરણ થયાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    અમદાવાદ વકીલને મળવા આવતા ધરપકડ કરી દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરી બનાવવાની ફેકટરી શરુ કરીને સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેકટરી માલિક વિરેન પટેલની એસઓજીએ 20 દિવસ બાદ ધરપકડ કરી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીઘાટલોડિયા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે રીઢા ગુનેગારની ધરપકડ

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીઘાટલોડિયા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે રીઢા ગુનેગારની ધરપકડ