
માટીના ઘનિષ્ઠ વનીકરણ પ્રોજેકટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગ કરાશે
14 જેસીબી મશીન અને 110 ટ્રકનો ઉપયોગ કરી 420 ફેરા મારી કાટમાળ હટાવ્યો
ચંડોળા તળાવમાંથી દબાણો દુર કર્યા બાદ મ્યુનિ. દ્રારા કાટમાટ હટાવવાની કામગીરીમાં શુક્રવારે 3877 મેટ્રીક ટન કાટમાળ દુર કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.ના સૂત્રોના અનુસાર ચંડોળા તળાવમાં 11 લાખ ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં વ્યવ્સાયિક પ્રકારના 700 દબાણો સહિત કુલ 12 હજારથી વધુ કાચાપાકા દબાણો હતા. આ દબાણો દુર કર્યા બાદ નીકળેલા કાટમાળને હટાવવા માટે મ્યુનિ. દ્રારા 14 જેસીબી મશીન, 110 ટ્રકનો ઉપયોગ કરીને કુલ 420 ફેરામાં 3877 મેટ્રીક ટન જેટલો કાટમાળ ટોચની અગ્રિમતા આપીને દુર કરવામાં આવ્યો હતો.
તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઉડુ કરવાની કામગીરી પણ અવિરત ચાલુ છે. તળાવમાંથી કાટમાળ દુર કરવા માટે શુક્રવારે મ્યુનિ દ્રારા 2 જેસીબી મશીન 26 એકસાવેટોર્સ તથા 64 ટ્રક મુકીને તળાવનો અમુક ભાગ અંદાજે 2250 સ્કવેર મીટર ઉંડો કરીને આશરે 1350 ઘનમીટર માટી બહાર કાઢી છે. આ માટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગના ધનિષ્ઠ વનીકરણ પ્રોજેકટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવનાર છે.
જયારે દબાણો દુર કરાતા નીકળેલા કન્સટ્રકશન અને ડીમોલીશન વેસ્ટને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ ખાતે વેસ્ટમાંથી જુદી જુદી પ્રોડકટ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં આશરે 11 લાખ ચોરસમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભજળનુ સ્તર ઉંચુ આવશે.તળાવનુ પર્યાવરણય દષ્ટિએ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વિકસિત કરવાથી શહેર વધુ રળીયામણુ અને સુંદર બનશે.