પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વાઘેલા(ઉ.44)એ અગમ્ય કારણોસર ગત તા 28મી એ બપોરના સવા ત્રણ વાગે પોતાના ઘરે છતના ભાગે લાકડાના મોભ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલા જથ સૂર્યનગર સોસાયટીમાં રહેતા જય રાજુભાઈ પટેલ( ઉ.26)એ ગત તા 28 મીના સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે છતમાં લોખંડની પાઈપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.