
કમિશનરે પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપ્યા
ઈસનપુરમાં રહેતો એક પરિવાર આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનુ કહીને ઘરેથી નીકળી ગયો હતો. જેની ઈસનપુર પોલીસે ત્વરીત કામગીરી કરીને પરિવારને આત્મહત્યા કરે તે પહેલા શોધી કાઢી સમજાવટથી તેમની જીંદગી બચાવી હતી. આ મામલે શહેર પોલીસ કમિશનરે ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, ઈસનપુર પી.એસ.આઈએન.આર. સૉલકી તથા સ્ટાફનાં અ.પો. કોન્સ સંજયભાઈ, જયેશભાઇ, યુવરાજસિંહને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.